પ્રથમ પોસ્ટ   Leave a comment

કેમ છો?

મારો બ્લોગીંગનો હેતું માત્ર નવું શીખવાનો છે અને હું માનું છું કે જો કોઈને મારી પાસેથી કંઈ એવું મળે કે જે તેઓ ન જાણતા હોય, તો એને માત્ર સદનસીબ જ ગણવું જોઈએ. મારો પ્રયત્ન એવો છે કે વિન્ડોઝ અને લિનક્સમાં સામાન્ય યુઝરને કામ કરવું સરળ બને એવી અથવા કોઈક રીતે રસપ્રદ કે મજેદાર હોય તેવી વાતો અહીં મૂકવી. આ પ્રયત્ન કેટલો સફળ થશે એ તો આપ જ જણાવી શકો. અહીં ખાસ કરીને ઓપરેટીંગ સિસ્ટમ અને અન્ય સોફ્ટવેર અંગે સામાન્ય ઉપયોગકર્તાને કામ લાગે એવી માહિતી મૂકવી છે. હું પોતે નિષ્ણાત નથી. પણ શીખવાનું અને શેર કરવાનું ગમે છે એટલે અહીં આવ્યો છું. આપમાંથી કોઈને પણ કંઈ ખાસ જાણવાની ઈચ્છા હોય તો મારો સંપર્ક ઉપર હેડીંગમાં છે જ. શક્ય હશે ત્યાં સુધી નિષ્ણાતોના સંપર્ક દ્વારા આપના પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન કરીશ.

શું સારું લાગે છે અને શું નથી ગમતું એ જણાવતા રહેશો તો મને મદદ મળશે.

આવતા રહેજો.

Advertisements

વર્ડ “ઈસ્ટર એગ”   3 comments

ઈસ્ટર એગ એટલે પ્રોગ્રામમાં રહેલી એવી ટ્રીક કે વિશેષતા જેનો ઉલ્લેખ ક્યાંય ન થતો હોય. કોઈક રીતે જ્યારે યોગ્ય રીતે અમૂક કમાન્ડ અપાય કે અમૂક વસ્તુ ટાઈપ થાય ત્યારે આવી વસ્તુ ઓટોમેટિકલી દેખાય છે. સામાન્ય રીતે ઈસ્ટર એગ્સમાં પ્રોગ્રામ બનાવનારાઓને ક્રેડીટ અપાય કે અમૂક વધારાનું ડોક્યુમેન્ટેશન મૂકાય તેવું બને છે.

આજે આ ટ્રાય કરો.

 1. MS Word ચાલુ કરો.

 2. તેમાં નીચેની ટેક્સ્ટ ટાઈપ કરો.

  =rand(200,99)

 3. Enter આપો અને રાહ જૂઓ..

કેવું લાગ્યું? મજાનું નહિ?

માઈક્રોસોફ્ટ વર્ડની કેટલીક શોર્ટકટ ટ્રીક્સ   4 comments

માઈક્રોસોફ્ટ ઓફીસનું સૌથી વધુ વપરાતું એલીમેન્ટ એ એમ એસ વર્ડ છે. તેમાં કામ કરતી વખતે માઉસને બદલે કેટલાક શોર્ટકટનો ઉપયોગ કરીને કેવી રીતે સમય બચાવી શકાય તે જોઈએ.

 • અન-ડુ ફંક્શન અને કી (ctrl+z) વિષે ઘણા બધા લોકો જાણતા હોય છે. પણ શુ તમે જાણો છો કે વર્ડમાં છેલ્લી એકશ્ન રિપીટ પણ થાય છે? છેલ્લે કરેલું કામ, જેમ કે પેરેગ્રાફ સ્પેસીંગ, રિપીટ કરવા માટેનો શોર્ટકટ છે F4 ફંક્શન કી.
 • ટાઈપ કરતા જ્યારે કોઈ અક્ષરને સુપર સ્ક્રીપ્ટ કે સબસ્ક્રીપ્ટ કરવાની જરૂર પડે તો..
  સુપરસ્ક્રીપ્ટ માટે જે અક્ષરોને સુપરસ્ક્રીપ્ટ કરવા હોય તે સિલેક્ટ કરીને Ctr + = કી દબાવો. (Ctrl કી દબાવેલી રાખીને = કી દબાવો.)
  સબસ્ક્રીપ્ટ માટે જે અક્ષરોને સબસ્ક્રીપ્ટ કરવા હોય તે સિલેક્ટ કરીને Ctr + shift + = કી દબાવો. (shift અને Ctrl કી દબાવેલી રાખીને = કી દબાવો.)
 • સિલેક્ટ કરેલી ટેક્સ્ટની ફોન્ટ સાઈઝ બદલવા માટે Ctrl+Shift ની સાથે > (વધારવા)  અથવા < (ઘટાડવા) દબાવો.
 • સોફ્ટ પેરેગ્રાફ ટેક્સ્ટ – જ્યારે આપણે Enter કી દબાવીએ ત્યારે વર્ડ નવો પેરેગ્રાફ શરૂ કરે છે. આની મુશ્કેલી બુલેટેડ કે નંબર્ડ લીસ્ટમાં પડે છે, જ્યારે આપણે આગામી શબ્દો નવી લાઈનમાં ટાઈપ કરવા હોય પણ વર્ડ એને નવો ટોપીક ગણીને નવું બુલેટ કે નંબર આપી દે છે. આવું ન થાય ત્યારે Enter કી એકલી ન આપતાં Shift + Enter દબાવો. આમ કરવાથી આગામી ટેક્સ્ટ નવી લાઈનમાં જશે પણ વર્ડ એને નવો પેરેગ્રાફ નહિ ગણે.
 • ટાઈપ કરી નાખ્યા પછી ખ્યાલ આવે કે કેપીટલના બદલે લોઅર કેસ(સ્મોલ)માં ટાઈપ થઈ ગયું છે. તો ફરીવાર ટાઈપ કરવાની મહેનત કરવાના બદલે ટેક્સ્ટને સિલેક્ટ કરીને Shift + F3 દબાવો. આ કી કોમ્બિનેશનથી સિલેક્ટેડ ટેક્સ્ટની કેસ બદલાય છે. એકવાર દબાવવાથી Title Case, બીજીવારે UPPER CASE અને ત્રીજીવાર દબાવવાથી lower case થશે.
 • કોઈપણ શબ્દને સિલેક્ટ કરવા માટે તેના પર માઉસથી ડબલક્લિક કરો. આખો પેરેગ્રાફ સિલેક્ટ કરવા માટે તેની પર ટ્રીપલ ક્લિક કરો.
 • ક્યારેક એવું બને કે કોઈ બે શબ્દોની વચ્ચે સ્પેસ આપવી જરૂરી હોય પણ તેને આપણે એક જ લાઈનમાં સાથે રાખવા માગતા હોઈએ પણ તે લાઈનના છેડે હોઈ આપોઆપ એક શબ્દ પહેલી લાઈનમાં અને બીજો શબ્દ નવી લાઈનમાં જતો રહે. આવે વખતે Ctrl + Shift + Space આપવાથી “નોન-બ્રેકીંગ સ્પેસ” આવશે જે શબ્દોને છૂટા નહિ પડવા દે.
 • અને છેલ્લે…
  ક્યારેક એવું બને છે કે વર્ડમાં કામ કરતી વખતે અચાનક તે જ ડોક્યુમેન્ટમાં અન્ય કોઈ જગ્યાએ જઈને ફોરમેટ બદલવાની જરૂર પડે. તમે એ નવી જગ્યાએ ક્લિક કરો છો, જરૂરી ફેરફાર કરો છો અને હવે તમારે પાછા જ્યાં મુળ કામ કરતા હતા તે જગ્યાએ કર્સર પાછું લઈ જવું છે. શોધવાની જરૂર નથી. માત્ર Shift + F5 કર્સરને તમે જ્યાં પહેલા કામ કરતા હતા ત્યાં લઈ જશે. હજુ વધુ પાછા જવા એ જ કીઝ ફરીવાર દબાવો.

કેવું લાગ્યું તે જણાવશો તો આભારી થઈશ. આ સિવાય આપને કેવી પોસ્ટ ગમશે એ પણ કહેતા રહેશો તો વધુ મજા આવશે.

વિચિત્ર ગૂગલ ઈમેજ સર્ચ   2 comments

વિચિત્રતા જોવી છે? ગૂગલમાં ઈમેજસર્ચમાં જાઓ. (images.google.com) અને નીચેનો નંબર સર્ચ બોક્સમાં આપી સર્ચ પર ક્લીક કરો.

241543903

પરિણામો જોઈને આશ્ચર્ય થયા વગર નહિ રહે. પરિણામોમાં કોઈ નંબરના ચિત્રો કે આડીઅવળી ફાઈલો આવવાના બદલે એક ચોક્કસ વિષયને લગતા ફોટોગ્રાફ મળે છે. વિષય છે, ફીઝરમાં માથું મૂકી ઉભેલા વ્યક્તિઓ. જો કે આની પાછળનું કારણ સરળ છે. માત્ર ફ્રીઝરમાં માથું હોય તેવા ચિત્રો ક્લીક કરો અને પછી તેને ઈન્ટરનેટ પર 241543903 તેવા નામ કે ટેગ સાથે અપલોડ કરી દો. જ્યારે ગૂગલ એક જ શબ્દથી ઘણીબધી એકસરખી ઈમેજીસને ઈન્ડેક્સ કરશે ત્યારે પછી તે (લોજીકલી) આ નંબરને એક સામાન્ય નંબરને બદલે એક ખાસ શબ્દ તરીકે ઓળખવાનું શરૂ કરી દે છે. અને પરિણામ આપણે જોયું તે. 🙂 આમ, આ લોકોના સમુહ દ્વારા સર્ચ રિઝલ્ટ્સને મોડીફાય કરાયાનું ઉદાહરણ છે.

ઈન્ટરનેટ પર ફરતી માહિતી મુજબ આ વિચાર કોઈ ડેવીડ હોર્વીત્ઝને આવ્યો હતો અને તેણે એને એક પ્રોજેક્ટ તરીકે ગણી લોકોને આ રીતે ચિત્રો મૂકવા વિનંતી કરી હતી.

ખાસ નોંધ – આ ગૂગલ પરનું મૂક્ત સર્ચીંગ છે અને તે કરતી વખતે ગૂગલનું safesearch ફીચર ઓન રાખવું સલાહભરેલું છે, અન્યથા કેટલાક અનિચ્છનીય ચિત્રો પણ દેખાવા સંભવ છે અને તે માટે હું નહિ, ગૂગલ જ જવાબદાર છે, કહો કે ઈન્ટરનેટ જવાબદાર છે.

સાઈટને સ્પષ્ટ બનાવો.   Leave a comment

આ પહેલાની પોસ્ટમાં મેં ગ્રીઝમંકી વિષે જણાવ્યું જ છે. હવે શરૂ કરીએ એની સ્ક્રીપ્ટ્સ વિષે.

ક્યારેય એવું બન્યું છે કે કોઈ સાઈટના અક્ષરો તેના બેકગ્રાઉન્ડ સાથે ભળી જતા હોય? દા.ત. સફેદ બેકગ્રાઉન્ડમાં આછા ગ્રે અક્ષરો. આવી સાઈટને બરાબર વાંચી શકાતી નથી. આ સાઈટને સ્પષ્ટ કરવા માટે ગ્રીઝમંકી ઈન્સ્ટોલ કરેલું હોય તો માત્ર આ એક સ્ક્રીપ્ટ ઈન્સ્ટોલ કરવાની રહે છે –Make site visible

આ સ્ક્રીપ્ટ જ્યારે ઈનેબલ્ડ હોય ત્યારે કોઈપણ સાઈટ પર જઈને Alt+M દબાવતાં જ જે-તે સાઈટના અક્ષર સ્પષ્ટ બને છે. કરી જૂઓ ટ્રાય 🙂

જ્યારે આ સ્ક્રીપ્ટની જરૂર ન હોય ત્યારે ફાયરફોક્સની વિન્ડોમાં નીચેની જમણી બાજુના ખૂણામાં ગ્રીઝમંકીના આઈકન પર રાઈટ ક્લીક કરી, મેનુમાંથી Make Site Visible પર ક્લીક કરી તેને ડીસેબલ કરી શકાય છે.

ફાયરફોક્સ એડ-ઓન – “ગ્રીઝમંકી”   Leave a comment

એક વેબ બ્રાઉઝર તરીકે ફાયરફોક્સ ખૂબ લોકપ્રિય છે જ અને વધુ ને વધુ પ્રચલિત બનતું જાય છે. એના મુખ્ય કારણોમાંનું એક છે એની સ્પીડ અને સરળતા. તો એક કારણ છે કે દિન પ્રતિદિન એમાં કંઈક ને કંઈક ઉપયોગી એવું ફીચર ઉમેરાય છે. એવું જ એક નવું તો નહિ પણ ઉપયોગી ફીચર છે એનું એક એડ-ઓન “ગ્રીઝ-મંકી”. આ એડ-ઓન એક એવું એક્સટેન્શન છે જે વિવિધ જાવા સ્ક્રીપ્ટના ઉપયોગ વડે જે વેબપેજ ઓપન કરો તેમાં ઉપયોગી ફેરફાર કરી બતાવે છે અને ઘણા કામો સરળ કરી બતાવે છે. આ જૂદા જૂદા ફંક્શન માટે તમારે માત્ર ગ્રીઝ-મંકી ઈન્સ્ટોલ કરવાનું રહે છે અને ત્યારબાદ જે-તે ફંક્શન માટેની સ્ક્રીપ્ટ નેટ પરથી ડાઉનલોડ કરી લેવાની. તમે જે ફંક્શનની સ્ક્રીપ્ટ ડાઉનલોડ કરી હોય, તે ફંક્શન પછી જ્યારે જ્યારે પેજ લોડ થાય ત્યારે ઓટોમેટિક રન થશે. હા, તમે જે-તે સ્ક્રીપ્ટ કે ગ્રીઝ-મંકીને ડીસેબલ કરી શકો છો.

ગ્રીઝ-મંકી વિષે વધુ જાણવા અને એનું મેન્યૂઅલ પણ જોવા અહીં ક્લીક કરો.. અને ગ્રીઝ-મંકી ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરવા અહીં ક્લીક કરો.

ગ્રીઝ-મંકીની કેટલીક મજાની અને ઉપયોગી સ્ક્રીપ્ટ્સ વિષે હવે પછી જણાવીશ જ. વાંચતા રહેજો.

લોંગ યુ આર એલ પ્લીઝ!   2 comments

જ્યારે પણ લિંક આપવી હોય ત્યારે જો લિંક બહુ લાંબી થઈ જતી હોય, ત્યારે tinyurl.com નો ઉપયોગ કરીને લિંકને ટૂંકી કરી નાખવાની રીત જાણીતી છે.

પણ આવી કોઈ લિંક ક્યાંય વેબસાઈટ પર કે ઈમેલમાં મળે ત્યારે એ જાણવું જરૂરી છે કે એ લિંક ખરેખર ક્યાં પોઈંટ કરે છે. ક્યારેક એ લિંક ઈચ્છવાયોગ્ય નહિ એવા એડ્રેસ પર લઈ જતી હોય, તો એ લિંક શાની છે તે જાણી શકાય કે નહિ?

જો આવો પ્રશ્ન તમારા મનમાં ઉઠ્યો હોય, તો કમ સે કમ ફાયરફોક્સ વાપરનારાઓ માટે એક ઉપાય છે. ફાયરફોક્સ માટેનું એક એડ-ઓન, “લોંગ-યુઆરએલ-પ્લીઝ”. આ એડ-ઓન ફાયરફોક્સમાં ઈન્સ્ટોલ કર્યા પછી જ્યારે ફાયરફોક્સમાં કોઈ સાઈટ આવી ટૂકી કરેલી લિંક ધરાવતી હોય ત્યારે આ એડ-ઓન તેને મુળ ઓરિજનલ લિંક તરીકે બતાવશે. આમ જાણી શકાશે કે લિંક ખરેખર ક્યાં લઈ જશે.

એડ-ઓનની લિંક આ રહી:

https://addons.mozilla.org/en-US/firefox/addon/long-url-please-mod/

(નોંધ – આ એડ-ઓનના રિવ્યૂઝ જણાવે છે કે ઘણા શોર્ટ યુઆરએલ પર એ કામ નથી કરતું. પણ ઘણા રિવ્યૂ એને કામયાબ બતાવે છે. હું ઓપેરા વાપરું છું એટલે મેં ટેસ્ટ નથી કર્યું. આપના અનુભવો કોમેન્ટ્સમાં જણાવશો તો આભારી થઈશ.)