Archive for the ‘Internet’ Category

વિચિત્ર ગૂગલ ઈમેજ સર્ચ   2 comments

વિચિત્રતા જોવી છે? ગૂગલમાં ઈમેજસર્ચમાં જાઓ. (images.google.com) અને નીચેનો નંબર સર્ચ બોક્સમાં આપી સર્ચ પર ક્લીક કરો.

241543903

પરિણામો જોઈને આશ્ચર્ય થયા વગર નહિ રહે. પરિણામોમાં કોઈ નંબરના ચિત્રો કે આડીઅવળી ફાઈલો આવવાના બદલે એક ચોક્કસ વિષયને લગતા ફોટોગ્રાફ મળે છે. વિષય છે, ફીઝરમાં માથું મૂકી ઉભેલા વ્યક્તિઓ. જો કે આની પાછળનું કારણ સરળ છે. માત્ર ફ્રીઝરમાં માથું હોય તેવા ચિત્રો ક્લીક કરો અને પછી તેને ઈન્ટરનેટ પર 241543903 તેવા નામ કે ટેગ સાથે અપલોડ કરી દો. જ્યારે ગૂગલ એક જ શબ્દથી ઘણીબધી એકસરખી ઈમેજીસને ઈન્ડેક્સ કરશે ત્યારે પછી તે (લોજીકલી) આ નંબરને એક સામાન્ય નંબરને બદલે એક ખાસ શબ્દ તરીકે ઓળખવાનું શરૂ કરી દે છે. અને પરિણામ આપણે જોયું તે. 🙂 આમ, આ લોકોના સમુહ દ્વારા સર્ચ રિઝલ્ટ્સને મોડીફાય કરાયાનું ઉદાહરણ છે.

ઈન્ટરનેટ પર ફરતી માહિતી મુજબ આ વિચાર કોઈ ડેવીડ હોર્વીત્ઝને આવ્યો હતો અને તેણે એને એક પ્રોજેક્ટ તરીકે ગણી લોકોને આ રીતે ચિત્રો મૂકવા વિનંતી કરી હતી.

ખાસ નોંધ – આ ગૂગલ પરનું મૂક્ત સર્ચીંગ છે અને તે કરતી વખતે ગૂગલનું safesearch ફીચર ઓન રાખવું સલાહભરેલું છે, અન્યથા કેટલાક અનિચ્છનીય ચિત્રો પણ દેખાવા સંભવ છે અને તે માટે હું નહિ, ગૂગલ જ જવાબદાર છે, કહો કે ઈન્ટરનેટ જવાબદાર છે.

Advertisements

સાઈટને સ્પષ્ટ બનાવો.   Leave a comment

આ પહેલાની પોસ્ટમાં મેં ગ્રીઝમંકી વિષે જણાવ્યું જ છે. હવે શરૂ કરીએ એની સ્ક્રીપ્ટ્સ વિષે.

ક્યારેય એવું બન્યું છે કે કોઈ સાઈટના અક્ષરો તેના બેકગ્રાઉન્ડ સાથે ભળી જતા હોય? દા.ત. સફેદ બેકગ્રાઉન્ડમાં આછા ગ્રે અક્ષરો. આવી સાઈટને બરાબર વાંચી શકાતી નથી. આ સાઈટને સ્પષ્ટ કરવા માટે ગ્રીઝમંકી ઈન્સ્ટોલ કરેલું હોય તો માત્ર આ એક સ્ક્રીપ્ટ ઈન્સ્ટોલ કરવાની રહે છે –Make site visible

આ સ્ક્રીપ્ટ જ્યારે ઈનેબલ્ડ હોય ત્યારે કોઈપણ સાઈટ પર જઈને Alt+M દબાવતાં જ જે-તે સાઈટના અક્ષર સ્પષ્ટ બને છે. કરી જૂઓ ટ્રાય 🙂

જ્યારે આ સ્ક્રીપ્ટની જરૂર ન હોય ત્યારે ફાયરફોક્સની વિન્ડોમાં નીચેની જમણી બાજુના ખૂણામાં ગ્રીઝમંકીના આઈકન પર રાઈટ ક્લીક કરી, મેનુમાંથી Make Site Visible પર ક્લીક કરી તેને ડીસેબલ કરી શકાય છે.

ફાયરફોક્સ એડ-ઓન – “ગ્રીઝમંકી”   Leave a comment

એક વેબ બ્રાઉઝર તરીકે ફાયરફોક્સ ખૂબ લોકપ્રિય છે જ અને વધુ ને વધુ પ્રચલિત બનતું જાય છે. એના મુખ્ય કારણોમાંનું એક છે એની સ્પીડ અને સરળતા. તો એક કારણ છે કે દિન પ્રતિદિન એમાં કંઈક ને કંઈક ઉપયોગી એવું ફીચર ઉમેરાય છે. એવું જ એક નવું તો નહિ પણ ઉપયોગી ફીચર છે એનું એક એડ-ઓન “ગ્રીઝ-મંકી”. આ એડ-ઓન એક એવું એક્સટેન્શન છે જે વિવિધ જાવા સ્ક્રીપ્ટના ઉપયોગ વડે જે વેબપેજ ઓપન કરો તેમાં ઉપયોગી ફેરફાર કરી બતાવે છે અને ઘણા કામો સરળ કરી બતાવે છે. આ જૂદા જૂદા ફંક્શન માટે તમારે માત્ર ગ્રીઝ-મંકી ઈન્સ્ટોલ કરવાનું રહે છે અને ત્યારબાદ જે-તે ફંક્શન માટેની સ્ક્રીપ્ટ નેટ પરથી ડાઉનલોડ કરી લેવાની. તમે જે ફંક્શનની સ્ક્રીપ્ટ ડાઉનલોડ કરી હોય, તે ફંક્શન પછી જ્યારે જ્યારે પેજ લોડ થાય ત્યારે ઓટોમેટિક રન થશે. હા, તમે જે-તે સ્ક્રીપ્ટ કે ગ્રીઝ-મંકીને ડીસેબલ કરી શકો છો.

ગ્રીઝ-મંકી વિષે વધુ જાણવા અને એનું મેન્યૂઅલ પણ જોવા અહીં ક્લીક કરો.. અને ગ્રીઝ-મંકી ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરવા અહીં ક્લીક કરો.

ગ્રીઝ-મંકીની કેટલીક મજાની અને ઉપયોગી સ્ક્રીપ્ટ્સ વિષે હવે પછી જણાવીશ જ. વાંચતા રહેજો.

લોંગ યુ આર એલ પ્લીઝ!   2 comments

જ્યારે પણ લિંક આપવી હોય ત્યારે જો લિંક બહુ લાંબી થઈ જતી હોય, ત્યારે tinyurl.com નો ઉપયોગ કરીને લિંકને ટૂંકી કરી નાખવાની રીત જાણીતી છે.

પણ આવી કોઈ લિંક ક્યાંય વેબસાઈટ પર કે ઈમેલમાં મળે ત્યારે એ જાણવું જરૂરી છે કે એ લિંક ખરેખર ક્યાં પોઈંટ કરે છે. ક્યારેક એ લિંક ઈચ્છવાયોગ્ય નહિ એવા એડ્રેસ પર લઈ જતી હોય, તો એ લિંક શાની છે તે જાણી શકાય કે નહિ?

જો આવો પ્રશ્ન તમારા મનમાં ઉઠ્યો હોય, તો કમ સે કમ ફાયરફોક્સ વાપરનારાઓ માટે એક ઉપાય છે. ફાયરફોક્સ માટેનું એક એડ-ઓન, “લોંગ-યુઆરએલ-પ્લીઝ”. આ એડ-ઓન ફાયરફોક્સમાં ઈન્સ્ટોલ કર્યા પછી જ્યારે ફાયરફોક્સમાં કોઈ સાઈટ આવી ટૂકી કરેલી લિંક ધરાવતી હોય ત્યારે આ એડ-ઓન તેને મુળ ઓરિજનલ લિંક તરીકે બતાવશે. આમ જાણી શકાશે કે લિંક ખરેખર ક્યાં લઈ જશે.

એડ-ઓનની લિંક આ રહી:

https://addons.mozilla.org/en-US/firefox/addon/long-url-please-mod/

(નોંધ – આ એડ-ઓનના રિવ્યૂઝ જણાવે છે કે ઘણા શોર્ટ યુઆરએલ પર એ કામ નથી કરતું. પણ ઘણા રિવ્યૂ એને કામયાબ બતાવે છે. હું ઓપેરા વાપરું છું એટલે મેં ટેસ્ટ નથી કર્યું. આપના અનુભવો કોમેન્ટ્સમાં જણાવશો તો આભારી થઈશ.)